પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા લોકોને એક ડર હંમેશા લાગતો હોય કે ક્યારે નોકરી જતી રહે. પરંતુ હવે એ ચિંતા કરવાની બિકલુક જરૂર નથી. જો હવે તમને નોકરીમાંથી કોઈ કંપની કાઢી મૂકે તો બે વર્ષ સુધી ઘરે બેઠા તમને પગાર મળશે. પ્રાઈવેટ નોકરી કરનાર માટે કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) દ્વારા એક મોટુ પગલું ઉઠાવવામાં આવ્યું છે. ESICએ જણાવ્યું કે, અટલ વીમા કલ્યાણ યોજના પ્રમાણે તમારી નોકરી જવા પછી સરકાર તમને આર્થિક મદદ કરે છે. 24 મહિના સુધીનો પગાર આપે છે.

તો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો, તમારે (ESIC)ની અટલ વીમા કલ્યાણ યોજનામાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે ESICની વેબસાઈટ પર જઈને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મ ભરીને તમારે ESICની કોઈ બ્રાન્ચમાં જમા કરાવવું પડશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાનું સોગંધનામુ પણ કરવું પડશે. એમાં AB-1 થી લઈને AB-4 સુધીના ફોર્મ ભરાવવામાં આવશે. ઓનલાઈન સુવિધા પણ શરૂ થવાની છે. આ વિશે વધારે જાણકારી માટે તમે www.esic.nic.in પર પણ જઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ એક જ વખત મળી શકશે.

ESICના નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે એક માપદંડ બનાવવામાં આવ્યો છે. જો નોકરીમાંથી કાઢેલા વ્યક્તિ પર કોઈ કાનુની અપરાધનો કેસ દાખલ હશે તો તેને લાભ નહીં મળે. એ સિવાય જો કોઈ પોતાની ઈચ્છાથી નોકરી છોડે છે, તો એવા લોકોને પણ કશો લાભ નહીં મળે.