બાળવયથી મને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા છે. મુંબઈમાં ગરીબીથી ભીંસાતો હું એક ખૂબ સામાન્ય આર્થિક સંજોગોમાં ઉછરતો હતો, ત્યારે મારા અભ્યાસની તમામ વ્યવસ્થા પ્રમુખસ્વામી મહારાજે કરીને મને છેક આઈ.પી.એસ. ઓફ્સિરનાં પદ સુધી પહોંચાડયો.
પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આઈ.પી.એસ. થયો અને મારું પોસ્ટિંગ ઓરિસ્સામાં થયું.
પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી બી.એ.પી.એસ. બાળમંડળમાં મને મળેલા સંસ્કારને કારણે સ્વચ્છ, પ્રામાણિક અને નિયમ-ધર્મયુક્ત વર્તનથી હું ઓરિસ્સામાં વિશ્વાસપાત્ર બની શક્યો. તેમણે બી.એ.પી.એસ.ના બાળમંડળમાં શીખવાડેલા મૂલ્યોને કારણે કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંનેની મને કેળવણી મળી હતી. તેથી હું નિષ્ઠાપૂર્વક મારી ફ્રજો પ્રત્યે પ્રામાણિક રહી શકું છું.


પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આઈ.પી.એસ. થયો અને મારું પોસ્ટિંગ ઓરિસ્સામાં થયું.
પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી બી.એ.પી.એસ. બાળમંડળમાં મને મળેલા સંસ્કારને કારણે સ્વચ્છ, પ્રામાણિક અને નિયમ-ધર્મયુક્ત વર્તનથી હું ઓરિસ્સામાં વિશ્વાસપાત્ર બની શક્યો. તેમણે બી.એ.પી.એસ.ના બાળમંડળમાં શીખવાડેલા મૂલ્યોને કારણે કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંનેની મને કેળવણી મળી હતી. તેથી હું નિષ્ઠાપૂર્વક મારી ફ્રજો પ્રત્યે પ્રામાણિક રહી શકું છું.
છેલ્લાં બે-ત્રણ દાયકાઓથી ઓરિસ્સામાં નકસલવાદીઓનો ત્રાસ વધી રહ્યો છે. તેમની કુપ્રવૃત્તિઓ અને કુપ્રચારને કારણે અભણ, ભોળા ગ્રામવાસીઓનાં મન રાષ્ટ્રવિરુદ્ધ કરીને તેઓને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડવામાં આવે છે. વળી, વિશ્વની અન્ય આતંકવાદી સંસ્થાઓ સાથે પણ તાલ મિલાવીને તેઓ યુવાનોને શસ્ત્રસજ્જ કરીને સરકાર વિરુદ્ધ ભડકાવે છે. એને કારણે પોલીસતંત્ર માટે એક મોટો પડકાર ખડો થયો હતો.
આવા સંજોગોમાં ઓરિસ્સાના સુંદરગઢ જેવા નકસલવાદીઓના થાણા સમા કેન્દ્રમાં મારી નિમણૂક થઈ.
મને જ્યારે નકસલવાદને નાથવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે નકસલવાદીઓનો આતંક પરાકાષ્ઠાએ હતો. તેમનાં ભય અને પ્રલોભનોનાં કારણે ત્યાંની જનતા તેઓને મદદ કરી રહી હતી. આવી પરિસ્થિતિમાં મારઝૂડ કે બંદૂકના બળે આતંકવાદને કાબૂમાં લાવવો શક્ય નહોતું. ત્યારે મેં પ્રેમ અને શાણપણનો માર્ગ અપનાવ્યો, જે હું પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી અને બી.એ.પી.એસ.ના સત્સંગમાંથી શીખ્યો હતો.
એ અરસામાં જ નકસલવાદીઓએ હુમલો કરીને લગભગ ૭૦ જેટલા પોલીસોને મરણને શરણ પહોંચાડી દીધા અને લૂંટફટ કરીને ત્રાસ વર્તાવ્યો. મારા માટે આ સીધો પડકાર હતો, પરંતુ પ્રમુખસ્વામીજીના સત્સંગમાં હું શીખ્યો છું કે વેરને વેરથી શમાવી શકાતું નથી, મને લાગ્યું કે જ્યાં પ્રજા જ નકસલવાદીઓને સાથ આપી રહી છે ત્યારે પ્રજાનો વિશ્વાસ કેળવવો એ પહેલું કાર્ય છે.


આ ઉપાય પણ મને બી.એ.પી.એસ.ના સંસ્કારમાંથી જ જડયો. બી.એ.પી.એસ.ની કીર્તન-ભક્તિની જાદુભરી અસરનો મને અનુભવ હતો. એટલે મેં પોલીસ કર્મચારીઓને પારંપરિક લોકસંગીત શીખવાડયું. મંદિર દ્વારા ગામોગામ પ્રભાતફેરી, સત્સંગ-સભાઓ કે કીર્તન આરાધનાઓ થતાં અને એને કારણે લોકોમાં સત્સંગની વાતો ફેલાતી. તેમાંથી પ્રેરણા લઈને મેં અહીં કાર્ય કરવાનો નિર્ધાર કર્યો. એ માટે મારા ૨,૦૦૦ પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. જેઓને વાજિંત્રો વગાડતાં આવડતાં હોય કે ગાતાં આવડતું હોય એવા પોલીસોની એક ટીમ ઊભી કરી. તેઓ રોજ સભામાં ધૂન, પ્રાર્થનાની સાથે લોકગીતો અને પ્રાદેશિક ભજનો ગાવા માંડયા.
ગામોગામ આવી સભાઓ શરૂ કરી ને ધાર્યું પરિણામ દેખાવા માંડયું. લોકોએ પોલીસના આ નવા સ્વરૂપને સ્વીકાર્યું. ડર્યા વિના તેઓ સત્સંગમાં આવવા લાગ્યા.
એટલું જ નહીં, મુંબઈમાં બી.એ. પી.એસ.ના સત્સંગ મંડળમાં શીખ્યો હતો એ રીતે, લોકજાગૃતિ માટે સદાચાર અને પ્રામાણિકતાનાં શેરી-નાટક લખાવીને ગામોગામ ભજવવાના શરૂ કર્યાં. તેનાથી ધીમે ધીમે ખૂબ જાગૃતિ આવી, આને કારણે ગામડાંઓમાં યુવાનો જ પોલીસતંત્રને મદદરૂપ થવા લાગ્યા. ધાર્યું પરિણામ મળવા લાગ્યું.
આ જિલ્લામાં હોકી અત્યંત લોકપ્રિય રમત હોવાથી ગામોગામ હોકી ટુર્નામેન્ટનું આયોજન કર્યું. ધાબળા વિતરણ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ વગેરે કાર્યો પણ શરૂ કરાવ્યાં. પ્રજાનો વિશ્વાસ વધવા લાગ્યો.
આ પ્રકારની જાગૃતિને લીધે એટલો બધો ફ્રક પડયો કે નકસલવાદીઓની પકડ ઢીલી પડવા માંડી. પ્રમુખસ્વામી મહારાજ પાસેથી હું જે શીખ્યો હતો એ મને સમાજની નવરચનામાં અત્યંત અસરકારક રીતે મદદમાં આવ્યું. મારી સામે પડકાર ખૂબ જ મોટો હતો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને બાળવયે બી.એ.પી.એસ. મંદિરમાં શીખવા મળેલાં મૂલ્યોને કારણે મારામાં પણ આત્મવિશ્વાસ વધ્યો. મને સફ્ળતા દેખાવા લાગી.


પ્રમુખસ્વામીજીએ મને શીખવાડયું હતું કે, કોઈને ધિક્કારવા નહીં, દરેક પ્રત્યે વિશાળ ભાવના રાખી, એનું માનસ સમજીને એને સદાચાર-અભિમુખ કરવો અર્થાત્ જીવનપરિવર્તન કરવું. તેમાંથી પ્રેરણા લઈને મેં પકડાયેલા નકસલવાદીઓનું જીવન-પરિવર્તન થાય અને સૌ સારા માર્ગે વળે એ દિશામાં પણ પ્રયત્ન શરૂ કર્યા. નકસલવાદીઓ સાથે એકાંતમાં બેસવાનું શરૂ કર્યું. મારઝૂડને બદલે જીવન કઈ દિશામાં વાળવું એ અંગે માર્ગદર્શન આપવા માંડયું. તેમને પ્રેમથી સમજાવ્યા. એને કારણે પકડાયેલા નકસલવાદીઓમાં પણ ચેતનાનો સંચાર થયો. તેમનાં હૃદય પીગળવા લાગ્યાં.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી, આ બધા કેદીઓ સમાજમાં પ્રતિષ્ઠિત થાય એ માટે તેમના વ્યવહાર સંબંધી પણ વિચાર મેં કર્યો. તેઓને શિક્ષણ, નોકરી કે જરૂર પડે ત્યાં લગ્નની વ્યવસ્થા કરવાનું પણ શરૂ કર્યું. તેઓને પ્રતીતિ થઈ કે પોલીસ ખરેખર તેઓનું ભલું ઇચ્છે છે અને સુંદરગઢ જિલ્લામાં નકસલવાદી પ્રવૃત્તિ નિયંત્રણમાં આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા પ્રેમના કાયદાની જાદુઈ અસર મેં પ્રત્યક્ષ જોઈ. આ સફ્ળ કામગીરીની પ્રશંસા સર્વત્ર થઈ. આ જે કાંઈ પણ હું કરી શક્યો તે પ્રમુખસ્વામી મહારાજે આપેલા શિક્ષણ અને વાત્સલ્યનું પરિણામ છે. નહિતર મુંબઈની એક નાનકડી ખોલીમાં ગરીબીમાં જીવતો છોકરો એક સફ્ળ અને પ્રામાણિક આઈ.પી.એસ. અધિકારી કેવી રીતે બની શકે!


પ્રમુખસ્વામીજીએ મારા ભણતરની વ્યવસ્થા કરી આપી એ દિવસો આજેય મને યાદ છે. મારા શિક્ષણ અને સંસ્કારની જવાબદારી પ્રમુખસ્વામી મહારાજે એક પિતાની જેમ સંભાળી છે. આઈ.પી.એસ.ની તાલીમમાં હું જે કાંઈ શીખ્યો છું તેના કરતાં વધારે પ્રમુખસ્વામી મહારાજે મને શીખવ્યું છે. જ્યારે જ્યારે મારે મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય, ત્યારે હું એમ જ વિચારું કે આવી પરિસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ કેવી રીતે કામ કરે? અને એમના એ આદર્શોના અનુકરણે જ સાચો મને માર્ગ બતાવ્યો છે, સર્વ પ્રકારે સફ્ળ બનાવ્યો છે.


નક્સલવાદના એ ત્રાસમાંથી સ્થાનિક લોકોને મુક્તિ અપાવવા બદલ માત્ર હું જ નહીં, આખું ઓરિસ્સા પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞા છે. મારા જેવા અનેક મૂલ્યનિષ્ઠ યુવકોને પ્રેરિત કરીને પ્રમુખસ્વામી મહારાજે સમાજ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.